SIR પ્રક્રિયામાં BLO પર વધુ ભાર: ચકાસેલા 60–70% ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો પરેશાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન **બૂથ લેવલ ઓફિસરો (BLO)**ની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ સોફ્ટવેર દ્વારા ચકાસાયેલા ફોર્મમાંથી અંદાજે 60 થી 70 ટકા ફોર્મ ફરીથી રિ-વેરિફિકેશન માટે પરત મોકલાતા BLOને ફરી એકવાર ઘરે-ઘરે જઈ તપાસ કરવાની ફરજ પડી છે.

પૂરતી તાલીમ અને સ્પષ્ટ માર્ગદર્શન વિના શરૂ કરાયેલ આ પ્રક્રિયામાં શિક્ષકો સતત દબાણ અને માનસિક તણાવમાં કામગીરી કરી રહ્યા છે. નામોની જોડાણ, જન્મ તારીખ અથવા 2002ની મતદાર યાદી સાથે નામ ન મળતા ફોર્મ ફરી ક્વેરીમાં મુકાયા છે, જેના કારણે BLOની હાલત કફોડી બની છે. બીજી તરફ, SIRની લાંબી પ્રક્રિયા કારણે સરકારી શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયું છે, જેના સીધા પ્રભાવ વિદ્યાર્થીઓ અને ગરીબ વાલીઓ પર પડી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें