અમદાવાદમાં 10 લાખથી વધુ મતદારો ‘અનમેપ્ડ’: રાજ્યના 12% વોટર્સ ધરાવતા જિલ્લામાં વિશેષ ડ્રાઇવ શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: રાજ્યના કુલ મતદારોના 12 ટકા કરતાં વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની 100 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. તેમ છતાં 10,43,427 મતદારો હજુ ‘અનમેપ્ડ’ હોવાનું સામે આવતાં, તેમના પુરાવા એકત્ર કરવા માટે આગામી 16 ડિસેમ્બર સુધી વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં કુલ 62,59,620 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 47,01,386 મતદારોના એન્યુમરેશન ફોર્મ પરત મળ્યા છે, જ્યારે 14,58,269 મતદારોના ફોર્મ મૃત્યુ, સ્થળાંતર કે ગેરહાજરી જેવા કારણોસર પરત ન મળ્યા. અનમેપ્ડ મતદારો માટે બીએલઓ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જિલ્લા અને પ્રાંત કચેરીઓમાં મતદાર સહાયતા કેન્દ્રો શરૂ કરાયા છે. આગામી 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેમાં નાગરિકો પોતાના હક-દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें