અમદાવાદ સિસ્મિક ઝોન-4માં સામેલ: તમામ રિવર, રોડ અને રેલવે બ્રિજનું મજબૂતીકરણ હવે ફરજિયાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ: કેન્દ્ર સરકારના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા અમદાવાદને સિસ્મિક ઝોન-3માંથી ઝોન-4માં પુનર્વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ ફેરફાર બાદ શહેરના તમામ રિવરબ્રિજ, રોડ બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગ અનિવાર્ય બનશે.

આ નિર્ણયના ભાગરૂપે શહેરના 16 જૂના બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવાયો છે. મે-2026થી નવા બ્રિજ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિઝાઇન ઝોન-4ના સિસ્મિક ડિઝાઇન પેરામીટર મુજબ મંજૂર થશે. સુભાષબ્રિજ સહિતના જૂના બ્રિજ માટે પુશઓવર એનાલિસિસ કરીને પ્રાથમિકતા આધારે રિપેર અને મજબૂતીકરણ કરાશે.

નવા નિયમોના કારણે બાંધકામ ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આગામી સમયમાં અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें