સુરત કોંગ્રેસમાં સંગઠન જાહેર થતા જ આંતરિક વિખવાદ ફાટી નીકળ્યો: ઉપપ્રમુખ અને મહામંત્રીના રાજીનામા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબૂત બનાવવા જાહેર કરાયેલ જમ્બો સંગઠન માળખું ઉલટું પક્ષ માટે મુશ્કેલીનું કારણ બનતું દેખાઈ રહ્યું છે. સંગઠન જાહેર થતાની સાથે જ પક્ષના જૂના નેતાઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ ગણતરીની મિનિટોમાં રાજીનામા આપી દેતા આંતરિક કલહ સપાટી પર આવી ગયો છે.

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા શહેર સંગઠનને મજબૂત બનાવવા માટે 151 હોદ્દેદારોની નિમણૂંક સાથે જમ્બો માળખું જાહેર કરવામાં આવ્યું હતું. પક્ષે દાવો કર્યો હતો કે નવા માળખામાં તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, પરંતુ સંગઠન જાહેર થતા જ જૂના કાર્યકરો અને નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં જ
???? શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ સુરેશ સુહાગીયા
???? મહામંત્રી દીપક પટેલ (ગોડાદરા)

એમ બંનેએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે.

ઉપપ્રમુખ સુરેશ સુહાગીયાએ પોતાના રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સંગઠનની નિમણૂંકમાં કોઈની સાથે ચર્ચા કરવામાં આવી નથી, જે લોકશાહી રીતસર નથી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें