ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ ₹10.18 કરોડનો ખર્ચ: આયુષ્યમાન યોજનામાં અમદાવાદ જિલ્લો ટોચ પર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત ગુજરાતમાં આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યો છે. વર્ષ 2024–25 દરમિયાન રાજ્યમાંથી 13.54 લાખથી વધુ સારવારના દાવા થયા છે, જેના કારણે દરરોજ સરેરાશ ₹10 કરોડથી વધુ ખર્ચ થઈ રહ્યો છે. આ ખર્ચમાં અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે છે.

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (આયુષ્યમાન ભારત) હેઠળ વર્ષ 2024–25માં ગુજરાતમાંથી કુલ 13,54,481 દાવા નોંધાયા છે, જેની કુલ રકમ ₹3,719.14 કરોડ સુધી પહોંચી છે. આ આંકડાઓ મુજબ રાજ્યમાં દરરોજ સરેરાશ ₹10.18 કરોડનો ખર્ચ માત્ર સારવાર પાછળ થઈ રહ્યો છે.

ગયા નાણાકીય વર્ષ 2023–24માં આ યોજના હેઠળ કુલ ₹3,510.63 કરોડના દાવા થયા હતા. આમ, એક વર્ષમાં આરોગ્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્પષ્ટ થાય છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें