જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 સાગરીતોએ ઘરમાં હંગામો મચાવ્યો, તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં દિશાબેન મયુરભાઈ ખૂંટીએ પ્રેમ લગ્ન કર્યા બાદ, તેની પિતાના ચાર સાગરીતો મોડી રાત્રે ઘરમાં ઘુસી હંગામો મચાવ્યો. તેઓ ધારીયું, લાકડી અને પાઇપ વડે ઘરના બારી-બારણાંના કાચ તોડી, સ્કૂટર પર તોડફોડ કરી અને ધમકી આપી ભાગી ગયા. દિશાબેનના પિતાએ પ્રેમસિંગ મોરી, વિજયભાઈ વાઘેલા, રાજુભાઈ કુછડીયા અને મુરુભાઈ ખૂંટી વિરુદ્ધ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें