જામનગરના કાલાવડ નાકા નજીક સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા પર ગઇકાલે બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો. ઇજાગ્રસ્ત ઇબ્રાહિમભાઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને બ્રેઇન હેમરેજનું નિદાન થયું છે અને હાલ તેઓ આઈ.સી.યૂ.માં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક તપાસનો આધાર લઈને હુમલાખોરોને શોધવા કાર્યવાહી શરૂ કરી છે.
જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો, ઇબ્રાહિમભાઇ ગંભીર ઈજાગ્રસ્ત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
