ટ્રમ્પે ગાંજાને નવી શ્રેણીમાં ખસેડ્યું, નશો પર નહીં પરંતુ તબીબી અને ધંધામાં ઉપયોગ માટે માર્ગ મક્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાંજાના વર્ગીકરણમાં ફેરફાર કરીને તેને ‘શેડ્યુલ 1’ થી ‘શેડ્યુલ 3’ માં ખસેડ્યા છે. આનો અર્થ એ છે કે ગાંજા તબીબી સંશોધન અને આરોગ્ય ઉપયોગ માટે માન્ય થશે, પરંતુ નશો માટે કાયદેસર નહીં.

આ નિર્ણયથી CDC અને મેડિકેર હેઠળના દર્દીઓને CBD (કેનાબિડિઓલ) ધરાવતી દવાઓ માટે સહાય મળશે. આ ઉપરાંત, ગાંજા ઉત્પાદક ધંધાર્થીઓને ટેક્સમાં છૂટ, બેંકિંગ સુવિધા અને લોન લેવાની સરળતા મળશે.

ટ્રમ્પે ભાર આપ્યો કે, “આ આદેશ ગાંજાને કાયદેસર નશો બનાવવા માટે નથી. નશા માટે ઉપયોગ કરવો ગેરકાયદે રહેશે.” આ નિયમ અમલમાં લાવવા માટે DEA ની મંજૂરી આવશ્યક રહેશે. શેરબજારમાં આ જાહેરાતથી ગાંજા કંપનીઓના શેરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें