છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. કુપ્પા ગામથી સાંકડીબારી સુધી પાકા રસ્તાની સુવિધા ન હોવાના કારણે એક સગર્ભા મહિલાને પરિવારજનોએ ઝોળીમાં ઊંચકીને આશરે ત્રણ કિલોમીટર પગપાળા હોસ્પિટલ સુધી લઈ જવાની ફરજ પડી હતી. રસ્તો કાચો અને દુર્ગમ હોવાથી 108 એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. અંતે સાંકડીબારી ખાતે ઉભેલી એમ્બ્યુલન્સ મારફતે સગર્ભાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવી, જ્યાં સલામત પ્રસુતિ બાદ માતા અને નવજાતને વધુ સારવાર અર્થે CHC ખાતે રીફર કરવામાં આવ્યા. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ વહેલી તકે પાકો રસ્તો બનાવવાની માંગ ઉઠાવી છે.
છોટાઉદેપુરમાં વિકાસના દાવાઓ ફેલઃ પાકા રસ્તાના અભાવે સગર્ભાને ઝોળીમાં ઊંચકીને હોસ્પિટલ પહોંચાડવી પડી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
