બીટકોઈનમાં મોટું રિટર્ન આપવાની લાલચ : વડોદરાના બિલ્ડર સાથે 90 લાખ રૂપિયાની ઠગાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બીટકોઈનમાં રોકાણ કરીને વધુ નફો અપાવવાની લાલચ આપી વડોદરાના એક બિલ્ડર સાથે 90 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં રહેતા બિલ્ડર નરેન્દ્ર પટેલ પાસેથી બે શખ્સોએ વિશ્વાસમાં લઈ મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. શરૂઆતમાં રોકાણથી ઇનકાર કર્યા બાદ પણ વારંવાર સમજાવટ અને ખાતરી આપીને આરોપીઓએ રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. બાદમાં ન તો રોકાણ અંગે માહિતી આપવામાં આવી અને ન જ રકમ પરત કરવામાં આવી. પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને ભેજાબાજોની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें