અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક મુનિ આશ્રમ રોડ પર વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી ખાઈ જતાં માર્ગ પર દારૂની બોટલો વેરવિખેર થઈ ગઈ હતી. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના લોકો અને રાહદારીઓ બોટલો લેવા દોડી આવ્યા હતા, જેને કારણે ઘટનાસ્થળે ભારે પડાપડી અને રેલમછેલ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે રોડ પર પડેલા દારૂના જથ્થાનો કબજો મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાણંદમાં વિદેશી દારૂ ભરેલી ટ્રક પલટી : બોટલો લૂંટવા લોકો ઉમટ્યા, અકસ્માત બાદ અફરાતફરી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
