ગુજરાતમાં ખેડૂતોની વિવિધ સમસ્યાઓને લઈ સરકાર સામે કિસાન સંઘે ખુલ્લો મોરચો માંડ્યો છે. ખાતરની અછત, પાકના અપૂરતા ભાવ, સમયસર લોન ન મળવી અને માર્કેટયાર્ડની મુશ્કેલીઓ સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા કિસાન સંઘે 12 જાન્યુઆરીએ રાજ્યભરના 20થી 25 હજાર ખેડૂતોને ગાંધીનગરમાં એકત્ર કરી ધરણાં અને વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી હોવાનો આક્ષેપ કરી કિસાન સંઘે સરકાર પર અવગણનાનો આરોપ લગાવ્યો છે.
ખેડૂતોનો અસંતોષ ફાટી નીકળ્યો : કિસાન સંઘનું એલાન, ગાંધીનગરમાં હજારો ખેડૂતો સાથે મોટું વિરોધ પ્રદર્શન
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
