ફટાકડાના કારણે થતું પ્રદૂષણ અને અકસ્માતોને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે કડક નિર્ણય જાહેર કર્યો છે. ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન અમદાવાદ શહેરમાં માત્ર PESO દ્વારા માન્યતા પ્રાપ્ત ‘ગ્રીન ફટાકડા’ના ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમો મુજબ, નાતાલ અને નવા વર્ષની પૂર્વ રાત્રે રાત્રે 11:55થી 12:30 સુધી માત્ર 35 મિનિટ માટે જ ફટાકડા ફોડવાની છૂટ રહેશે. લાયસન્સ ધરાવતા વેપારીઓ સિવાય અન્ય કોઈને ફટાકડાના વેચાણની મંજૂરી નહીં હોય તેમજ ઓનલાઇન અને વિદેશી ફટાકડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ક્રિસમસ અને નવા વર્ષ પર અમદાવાદમાં ગ્રીન ફટાકડાને જ મંજૂરી : ફટાકડા ફોડવાનો સમય પણ નક્કી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
