સુરતની મહિલા RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન નિધન : પતિએ જ રચ્યું હતું હત્યાનું ષડયંત્ર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત જિલ્લાના કામરેજ નજીક થયેલા ગંભીર બનાવમાં મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકીનું લાંબી સારવાર બાદ અવસાન થયું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પારિવારિક વિખવાદના કારણે તેમના પતિ નિકુંજ ગોસ્વામીએ પોતાની પત્નીની હત્યા માટે કાવતરું રચી શૂટરને સોપારી આપી હતી. ઘટનામાં ગોળી વાગતાં સોનલ સોલંકીને પહેલા સુરત અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે તેમનું મોત થયું. પોલીસે પતિ સહિત તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें