શું ખરેખર આ કેમ્પો માત્ર જનસેવા માટે છે?
કે પછી દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવા માટેનું માર્કેટિંગ મોડેલ?
ફ્રી તપાસ પછી બિનજરૂરી ટેસ્ટ, દવાઓ અથવા સારવારની સલાહ તો આપવામાં આવતી નથી ને?
આવા કેમ્પો માટે શું કોઈ સ્પષ્ટ સરકારી માર્ગદર્શિકા અને દેખરેખની વ્યવસ્થા છે?
કેમ્પની મંજૂરી કોણ આપે છે?
ગુણવત્તા અને પારદર્શિતા કોણ સુનિશ્ચિત કરે છે?
દર્દીઓના અધિકારોનું રક્ષણ કેવી રીતે થાય છે?
જનતાને અપીલ:
કોઈપણ ફ્રી મેડિકલ કેમ્પમાં જતાં પહેલાં તેની વિશ્વસનીયતા, જરૂરીયાત અને શરતો વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જ નિર્ણય લો. જરૂર જણાય તો બીજા તબીબી નિષ્ણાતનો અભિપ્રાય પણ મેળવો.
વિચારીને જ આવા મેડિકલ કેમ્પમાં જાઓ. તમારી તંદુરસ્તી, તમારો નિર્ણય.
નોંધ: આ લેખ કોઈ વ્યક્તિ, ડૉક્ટર કે હોસ્પિટલ વિશે નથી. આ જનહિતમાં પૂછાયેલા સામાન્ય પ્રશ્નો છે.
