જામનગર નજીક ટ્રકના અડફેટથી બાઈક ચાલતા ખેડૂતના બંને પગ ભાંગી ગયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરના કાલાવડ તાલુકા, વજીર ખાખરીયા ગામના 60 વર્ષના ખેડૂત દુદાભાઈ ગળસર બાઈક પર જામનગર નજીક મતવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જી.જે. 36 વી. 4545 નંબરના ટ્રકે તેમને અડફેટમાં લઈ ગંભીર અકસ્માત સર્જ્યો. બંને પગ ભાંગી ગયેલા ઇજાગ્રસ્ત ખેડૂતને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુદાભાઈના પુત્ર ભાવેશ ગળસરે મેઘપર પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें