અમેરિકા જઈને ગ્રીનકાર્ડ અથવા લાંબા સમય માટે વિઝા મેળવવા હવે વધુ મુશ્કેલ બની ગયું છે. નવા નિયમો અનુસાર હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, મેટાબોલિક અને માનસિક બીમારીઓ ધરાવનાર વ્યક્તિઓને “જાહેર બોજ” માનતા વિઝા મંજુર નહીં થશે. આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ વૃદ્ધ, મધ્યમ વર્ગ અને સામાન્ય બીમારીઓ ધરાવતા લોકો પર પડશે, જ્યારે માત્ર તંદુરસ્ત અને મોટા આવક ધરાવતા લોકો માટે જ વિઝા સરળ રહેશે.

