હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે ઝૂલો, લપસણી, મેરી ગો રાઉન્ડ, મલ્ટિસિટર શી શો અને “મલ્ટી પ્લે સ્ટેશન” જેવી નવી રમતો લગાવવામાં આવી રહી છે. આ પ્લે સ્ટેશનમાં સ્પાઈરલ સાઈડર, રોટો ટનલ, બ્રીજ, રોક ક્લાઇમ્બર સહિત ઘણા સાધનો સમાવેશ થાય છે. નાગરિકોના શારીરિક વિકાસ અને આરોગ્ય માટે ઓપન જીમમાં એરિઅલ સ્ટ્રોલર, એરો રાઇડર, સાયકલ, પુશઅપ બાર અને પુલ અપ સ્ટેશન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

