ગઈકાલે લાલ કિલ્લા પાસે સાંજે 6 વાગ્યાના આસપાસ કારમાં ભયાનક વિસ્ફોટ થતાં 9 લોકોના મોત અને 12થી વધુ ઘાયલ થયા. સમગ્ર દેશમાં આ ઘટનાથી શોક અને ચિંતા ફેલાઈ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય અને અધિકારીઓ અસરગ્રસ્તોની મદદ કરી રહ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસનો આદેશ આપ્યો અને ઘાયલોની હાલત ઝડપથી સુધારવાની પ્રાર્થના કરી.
રાષ્ટ્રની સુરક્ષા અને લોકોની ચિંતાને ધ્યાનમાં રાખીને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને યુ.પી.ના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે દુખ અને સંવેદનાઓ વ્યક્ત કરી, અને તમામ ઘાયલોને ઝડપી અને શ્રેષ્ઠ સારવાર મળવાની આશા વ્યક્ત કરી.
