અમરેલીમાં ક્રૂર હત્યાકાંડ: યુવક પર કુટુંબીજનોનો કુહાડી વડે જીવલેણ હુમલો, બંને પગ કાપી ધડથી અલગ કર્યા બાદ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમરેલી જિલ્લાના અરજણસુખ ગામે એક ભયાનક અને હૃદય કંપાવી દેતી ઘટના બની છે. દિનેશ સોલંકી નામના યુવક પર તેના જ કુટુંબીજનો દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકના બંને પગ શરીરથી અલગ થઈ ગયા હતા. ગંભીર હાલતમાં રાજકોટ ખસેડવામાં આવેલ પીડિતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ હુમલો કૌટુંબિક વિવાદને કારણે થયો હોવાનું મનાઈ રહ્યું છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें