જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો દૂર કરવા મેગા ડીમોલેશન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર: જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામની આસપાસ આશરે 100 વીઘા સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ જમીનમાં કાચા-પાકા મકાનો, હોટલ, ઈટોના ભઠ્ઠા અને અન્ય ગેરકાયદે દબાણો ખડકાયેલા હતા. તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ આજે સવારે મોટા પાયે ડીમોલેશન શરૂ કરાયું. પોલીસની દેખરેખ હેઠળ આ કાર્યવાહી યોજાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોમાં જાગૃતતા અને આવરજાવર વચ્ચે ભારે વ્યવસ્થા જોવા મળી રહી છે.

ગોરધનપર ગામની સર્વે નંબર 103, 104 અને 105 હેઠળ આવેલી જમીન પર કુલ ત્રણ ખેતી સંબંધિત દબાણો, ચાર ઈટોના ભઠ્ઠા, 10 મકાનો અને 4-5 નાની હોટલ ખડકાઈ હતી. જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાના સુપરવિઝનમાં મામલતદાર એમ.જે. ચાવડા અને તેમની ટીમ દ્વારા આ તમામ ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવી રહ્યા છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें