રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે મેળવી પ્રથમ ક્રમાંક, સૌરાષ્ટ્રમાં ગૌરવ વધાર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર: રાજકોટના હેમુ ગઢવી હોલમાં તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગર શહેરના શ્રી રાજશક્તિ રાસ મંડળે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો. આ વિજયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગૌરવ વધ્યો છે.

ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરના કલાકારોએ શાનદાર કલા દર્શાવી હતી. સૂરેન્દ્રનગરના ગોવાળિયા રાસ મંડળે દ્વિતીય ક્રમાંક અને સુરતના ઓમ કલ્ચરલ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યા.

સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન ગરબા શ્રેણીઓ પણ યોજાઈ હતી. અર્વાચીન ગરબામાં ગાંધીનગરનું પનઘટ કલા કેન્દ્ર પ્રથમ, સુરતનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ દ્વિતીય અને તાપીનું કસ્તુરબા અધ્યાપન મંદિર તૃતીય ક્રમાંકે વિજેતા બન્યા. પ્રાચીન ગરબામાં સુરતનું સપ્તધ્વનિ સંગીત વર્ગ કલાવૃંદ પ્રથમ, રાજકોટની શ્રી એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજ દ્વિતીય અને અમરેલીની કે.પી.ધોળકિયા ઈન્ફોટેક મહિલા કોલેજ તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા.

વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા: પ્રથમ ક્રમાંકે રૂ. 51,000, દ્વિતીય ક્રમાંકે રૂ. 41,000 અને તૃતીય ક્રમાંકે રૂ. 31,000. જામનગરના આ વિજયથી શહેરની લોકકલા ક્ષેત્રે ઓળખ વધુ મજબૂત બની છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें