અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો સતત નબળો થઈ રહ્યો છે, કારણ તરીકે નિષ્ણાતો ભારતના વેપાર ખાધ (Trade Deficit) અને વિદેશી રોકાણમાં નોંધપાત્ર ઘટાડો જણાવી રહ્યા છે. ભારતમાં આયાત નિકાસ કરતાં વધુ હોવાથી ડૉલરનો પ્રવાહ બહાર જતો રહે છે, જેનાથી ચાલુ ખાતામાં ખાધ (Current Account Deficit – CAD) વધે છે.
તાજા આંકડાઓ પ્રમાણે ચોખ્ખું વિદેશી રોકાણ (Net Foreign Investment) લગભગ શૂન્યના નજીક પહોંચી ગયું છે. વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) અને પોર્ટફોલિયો રોકાણ (FPI) CADને બેલેન્સ કરવા માટે મહત્વપૂર્ણ છે, પરંતુ 2025-26માં FPIs ભારતની ઇક્વિટી અને બોન્ડ વેચી યુએસમાં વધારે વ્યાજદરે રોકાણ કરી રહ્યા છે, જેના કારણે રૂપિયાને દબાણનું સામનો કરવું પડે છે.
સાથે જ, ભારતીય કંપનીઓ પણ વિદેશમાં વધુ રોકાણ કરી રહી છે, જેનાથી ભારતીય નાણા દેશમાંથી બહાર જઈ રહ્યા છે. આ સ્થિતિમાં, વ્યાપાર ખાધ અને વિદેશી રોકાણમાં ઘટાડો મળીને રૂપિયાને નબળું બનાવે છે, જ્યારે અર્થતંત્ર મજબૂત હોવા છતાં રૂપિયાનું મૂલ્ય ગગડતું રહે છે.
