અમદાવાદ: બ્રિજ-રોડ વિકાસ માટે 273 લીલાછમ વૃક્ષોનું નિકંદન શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં ત્રિજ્યો ફ્લાયઓવર અને આઈકોનિક રોડ પ્રોજેક્ટ માટે 50 વર્ષ જૂના 273 લીલાછમ વૃક્ષો કાપવાના છે. નરોડા પાટિયા ફોરલેન ફ્લાયઓવર માટે સૌથી વધુ 142 વૃક્ષો જડમૂળથી કાપવામાં આવશે અને કેટલાક વૃક્ષોનું નિકંદન પહેલેથી શરૂ થઈ ગયું છે.

શહેરના ગ્રીન કવર વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ષ 2025-26માં 40 લાખ વૃક્ષો વાવવા માટે 69 કરોડથી વધુનો ખર્ચ કરશે. ટ્રી સેન્સસ અંતર્ગત અત્યાર સુધીમાં 12 લાખથી વધુ વૃક્ષોની ગણતરી થઈ ચૂકી છે. સાબરમતી ચાંદખેડા વિસ્તારમાં નવી બ્રિજ અને રેલવે ઓવરબ્રિજ માટે 73 વૃક્ષોમાંથી 68 દૂર કરવા 11 ડિસેમ્બરે હરાજી યોજાશે, જ્યારે 5 વૃક્ષોને બચાવવાની તૈયારી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें