સુરતના ડભોલી વિસ્તારમાં રોંગ સાઈડમાં ડીજે સાથેના લગ્ન વરઘોડા દરમિયાન ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ફસાયા. ટ્રાફિક જામમાં સેંકડો વાહનો અટવાયા અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
લગ્નની સિઝનમાં કેટલાક વરઘોડા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રોંગ સાઈડ પર નીકળતા શહેરી જીવન માટે ન્યૂસન્સ બની રહ્યા છે. મેયરે પોલીસને જાણ કરી, જામ અને રસ્તા પર ફસાયેલા લોકોને ધ્યાનમાં લઈને આ બાબતમાં પગલાં લેવા સૂચના આપી છે. માલખાત્રી વાહન ચાલકો સામે ગુનો દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
