સુરત: મેયર-કમિશ્નર બેસેલી સેન્ટ્રલ ઝોન ઓફિસ સામે દબાણ कायम, પાલિકાની મિલકત પરથી દૂર કરી શકતા નથી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત શહેરમાં છેલ્લા દિવસોથી જાહેર રસ્તા અને પાલિકાની મિલકત પર દબાણનો મુદ્દો ગરમ ટોપીક બની રહ્યો છે. વરાછા અને અન્ય વિસ્તારોમાં પાલિકા-પોલીસે ગેરકાયદે દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરી છે, પરંતુ મેયર-કમિશ્નર સહિતના અધિકારીઓ બેસેલી સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજા સામે દબાણ હજુ પણ ટકેલું છે.

સેન્ટ્રલ ઝોનની ઓફિસના દરવાજાની ગ્રીલ પર પંકચર લટકાવી દેવામાં આવ્યો છે અને ઓફિસ બહાર જ દબાણ કરવામાં આવ્યું છે. માસંખ્ય અધિકારીઓ અને નેતાઓની અવારનવાર અવર-જવર હોવા છતાં, આ દબાણ દૂર કરવામાં કોઈ હિંમત કરી શકતી નથી.

કમાલ ગલીમાં વોર્ડ ઓફિસની સામે લારીઓનો જમેલો પણ સમસ્યા બની રહ્યો છે, જે વોર્ડ ઓફિસ સુધી પહોંચવું મુશ્કેલ બનાવે છે. શહેરના અન્ય વિસ્તારોમાં પાલિકા દબાણ હટાવી રહી છે, પરંતુ પોતાની મિલકત પર દબાણ દૂર ન કરી શકતા હોવાથી કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें