નારણપુરામાં કાર સાથે બાઈક ટક્કર મારવાનો નાટક, ઉગ્ર બોલાચાલીમાં 2.50 લાખની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં બે અજાણ્યા શખ્સોએ અનોખી ચોરીની ઘટના સર્જી. સાબરમતીના રહેવાસી અલ્પેશભાઈ સુખડીયા ગત 6 ડિસેમ્બરના સાંજે 6:30 વાગે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પલ્સર જેવી મોટરસાયકલ પર આવેલા બંને શખ્સોએ તેમની કારને ટક્કર મારીને ઉગ્ર બોલાચાલીનો નાટક શરૂ કર્યો.

બોલાચાલી દરમિયાન પાછળ બેઠેલા શખ્સે કારમાં મુકેલો કાળો થેલો ચપળતાથી ચોરી કર્યો, જેમાં રૂપિયા 2,50,000 રોકડા, ICICI બેંકની ઓરીજનલ ચેકબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબિટ કાર્ડ અને ઓફિસની ચાવીઓ હતા. બંને આરોપીઓ તરત જ મોટી ઝડપે ઉસ્માનપુરા રેલવે ક્રોસિંગ તરફ ફરાર થઈ ગયા.

ચાલક હેલ્મેટ પહેરેલો હતો અને પાછળ બેઠેલા શખ્સે કાળું જેકેટ, વાદળી જીન્સ અને કાળું મફલર પહેર્યું હતું. નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें