દિલ્હી પોલીસે મહિના સુધી ચાલેલા ‘ઓપરેશન ક્લીન સ્વીપ’ અંતર્ગત દ્વારકા જિલ્લામાં ગેરકાયદે રહેતા 130 વિદેશી નાગરિકોને ડિટેન્શન સેન્ટર મોકલી deportationની પ્રક્રિયા શરૂ કરી છે. આ અભિયાન ગેરકાયદે વસવાટ અને ડ્રગ ટ્રાફિકર્સ સામેની કાર્યવાહીનો ભાગ હતું.
દેશનિષ્કાસિત કરવામાં આવેલ વ્યક્તિોમાં નાઈજીરીયા (87), આઇવરી કોસ્ટ (11), કેમરૂન (10), ઘાના (10), સેનેગલ (4), લાયબેરિયા (3), સીએરા લિઓન (2), યુગાન્ડા (2) અને ગિની (1)ના નાગરિકોનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઘણા લોકો વિઝા વિના ઓવરસ્ટે કરી રહ્યા હતા અથવા દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ભાડાના મકાનમાં ગેરકાયદે રહેતા હતા. આ અભિયાન દ્વારકાના તમામ પોલીસ સ્ટેશનોની સંયુક્ત કામગીરી હેઠળ ચલાવવામાં આવ્યું હતું.
