થલતેજ વોર્ડમાં સ્નેહાંજલિ સોસાયટી મુદ્દે તોફાન: ડિમોલિશન નોટિસ સામે ઉગ્ર વિરોધ, કોર્પોરેટરને સૂત્રોચ્ચાર કરી ભગાડ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. AMC દ્વારા સોસાયટીના 25 પરિવારોને ડિમોલિશનની નોટિસ અપાતાં 35 વર્ષથી વસતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોમવારે વોર્ડના ભાજપના કોર્પોરેટર સમીર પટેલ સોસાયટી ખાતે પહોંચતા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક સ્થળ છોડવું પડ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડરની ભૂલને કારણે સોસાયટી ગેરકાયદે જાહેર થઈ છે, પરંતુ કાર્યવાહી બિલ્ડર સામે નહીં થઈ રહી હોવાનો આક્ષેપ છે. વૃદ્ધ પરિવારોથી ભરેલી આ સોસાયટીમાં બુલડોઝર ચલાવવાની નોટિસે રાજકીય ગરમાવો સર્જ્યો છે અને તંત્રની આગામી કાર્યવાહી પર સૌની નજર છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें