ગુજરાતમાં ઉદ્યોગ-વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ હોવાના દાવાઓ વચ્ચે ચોંકાવનારી હકીકત સામે આવી છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 846 કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસ ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં સ્થળાંતર થયાનું બહાર આવ્યું છે, જેમાં સૌથી વધુ કંપનીઓ મહારાષ્ટ્રમાં ખસેડાઈ છે. લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન રજૂ થયેલી માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન 420 જેટલી કંપનીઓએ ગુજરાત છોડીને મહારાષ્ટ્રનો માર્ગ અપનાવ્યો છે, જ્યારે દિલ્હી, રાજસ્થાન અને અન્ય રાજ્યો પણ યાદીમાં સામેલ છે. વર્ષ 2017-18 દરમિયાન સૌથી વધુ કંપનીઓનું સ્થળાંતર નોંધાયું હતું. આ આંકડાઓ રાજ્યના ઉદ્યોગ વિકાસ, રોકાણ વાતાવરણ અને નીતિ અસરકારકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ઉદ્યોગ વિકાસના દાવાઓ વચ્ચે મોટો ખુલાસો: 10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓએ અન્ય રાજ્યો તરફ કર્યો માર્ગ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
