સુરતમાં બાંધકામ સ્થળે માટી ધસી, આજુબાજુની ઈમારતો ખાલી કરાવવાથી સ્થાનિકોમાં ચકચાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ભીમરાડ વિસ્તારમાં બ્રાઈટસ્ટોન પ્રોજેક્ટ હેઠળ બાંધકામ દરમિયાન મોડી રાત્રે માટી ધસી પડી હતી. નિર્માણાધીન પ્રોજેક્ટમાં એક સાથે ત્રણ બેસમેન્ટ ખોદાઈ રહી હતી, જેમાં ડી-વોલને નુકસાન થતા મોટી માત્રામાં માટી ધસી પડતી રહી. આથી બાજુની શિવ રેસિડન્સીના બે ટાવર ખાલી કરાવવાની ફરજ પડી છે. સ્થાનિકો બિલ્ડર અને પાલિકા પર બેદરકારીનો આક્ષેપ કરી ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઘટના સ્થળે સુરત પાલિકાના અધિકારીઓ અને મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ પહોંચી, વધુ નુકસાન રોકવા અને તપાસ શરૂ કરવા પગલાં લીધા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें