કોર્પોરેટ દાનમાં ભાજપ આગળ: 3,811 કરોડના રાજકીય ભંડોળમાંથી 82% હિસ્સો ભાજપને, કોંગ્રેસને 299 કરોડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના રદ કર્યાને એક વર્ષ પૂર્ણ થતા રાજકીય દાનનું ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. અહેવાલ મુજબ, 2024-25 નાણાકીય વર્ષમાં કોર્પોરેટ સમર્થિત ઈલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા રાજકીય પક્ષોને કુલ રૂ. 3,811 કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે, જે ગયા નાણાકીય વર્ષના 1,218 કરોડની તુલનામાં લગભગ ત્રણ ગણું વધારે છે.

ચૂંટણી પંચને સુપરત કરાયેલી વિગતો અનુસાર, આ જંગી રકમનો સૌથી મોટો હિસ્સો શાસક ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. ભાજપને કુલ રૂ. 3,112 કરોડનું દાન મળ્યું છે, જે કુલ દાનનો આશરે 82 ટકા હિસ્સો બને છે. જ્યારે કોંગ્રેસને અંદાજે રૂ. 299 કરોડ (8 ટકા) મળ્યા છે અને અન્ય તમામ રાજકીય પક્ષોને મળીને આશરે રૂ. 400 કરોડ (10 ટકા)નું ભંડોળ પ્રાપ્ત થયું છે.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દેશમાં કુલ 19 ઈલેક્ટોરલ ટ્રસ્ટ નોંધાયેલા છે, જેમાંથી 2024-25માં માત્ર નવ ટ્રસ્ટોએ દાન આપ્યું છે. પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ ભાજપનો સૌથી મોટો દાતા બની સામે આવ્યો છે, જેણે એકલા ભાજપને રૂ. 2,180 કરોડથી વધુનું દાન આપ્યું છે. આ આંકડાઓ બાદ રાજકીય ભંડોળ અને કોર્પોરેટ દાનની પારદર્શિતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें