ગાંધીધામમાં જળત્રાહિમામ: ‘મહાનગર’ બન્યું તરસ્યું નગર, ભ્રષ્ટ વહીવટ અને નમાલા શાસકોના પાપે જનતા રઝળી પડી!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કચ્છનું કહેવાતું પ્રથમ મહાનગર ગાંધીધામ આજે માનવસર્જિત આપત્તિના ખપ્પરમાં હોમાઈ ગયું છે. કરોડો રૂપિયાના અંદાજપત્રો અને વિકાસના ઢોલ પીટતા શાસકોના નાક નીચે આખું શહેર ટીપે-ટીપે પાણી માટે તરફડી રહ્યું છે. ઔદ્યોગિક નગરીની ઓળખ ધરાવતા આ શહેરમાં આજે સ્થિતિ અત્યંત ભયાનક અને સ્ફોટક બની ચૂકી છે.
ટેન્કર માફિયાઓ પણ લાચાર, ખાનગી ટેન્કરના ફાંફા
સરકારી વિતરણ વ્યવસ્થા તો ક્યારનીયે લકવાગ્રસ્ત થઈ ચૂકી છે, પરંતુ શરમજનક બાબત એ છે કે ઊંચા ભાવ ચૂકવવા છતાં ખાનગી ટેન્કરો પણ મળતા બંધ થઈ ગયા છે. સામાન્ય નાગરિકો, ગૃહિણીઓ અને વૃદ્ધો બેડલાં અને કેરબાઓ લઈને શેરીએ-શેરીએ વલખાં મારી રહ્યા છે. લોકો પૈસા ખર્ચવા તૈયાર છે છતાં પાણી નથી, જે તંત્રના સંપૂર્ણ ધબડકાની સાક્ષી પૂરે છે.
શાસકોના બેશરમ દાવા vs નગ્ન વાસ્તવિકતા
એસી ચેમ્બરોમાં બેસીને ‘બધું બરાબર છે’ તેવા પોકળ દાવા કરતા સત્તાધીશો જમીની હકીકતથી મોં ફેરવી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે નળમાંથી પાણીને બદલે ફક્ત હવા નીકળી રહી છે. વર્ષોના ઇતિહાસમાં ગાંધીધામમાં આવી દયનીય અને શરમજનક સ્થિતિ ક્યારેય જોવા મળી નથી. સત્તાના નશામાં ચૂર શાસકોની નિષ્ક્રિયતા અને અણઘડ આયોજને સમગ્ર શહેરને તરસ્યા મરવા પર મજબૂર કરી દીધું છે.
શહેરીજનોમાં આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. જો તાત્કાલિક ધોરણે આ તરસ્યા શહેરને પાણી નહીં મળે, તો ગાંધીધામના માર્ગો પર તંત્ર વિરુદ્ધ જનઆક્રોશનો જ્વાળામુખી ફાટશે એ નક્કી છે.

 

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें

प्रधानमंत्री ने केंद्रीय मंत्रियों श्री प्रल्हाद जोशी और श्री शिवराज सिंह चौहान द्वारा लिखित एक लेख साझा किया; इस लेख में किसानों की आय बढ़ाने और ग्रामीण समृद्धि को आगे बढ़ाने में कृषि-वोल्टेइक तकनीकों की क्षमता का उल्‍लेख किया गया है