ગાંધીનગરના કોબા રોડ પર આવેલી ‘ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન’ સાઇટ પર ₹10 લાખના બકાયા ન ચુકવાતા અને કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપુત દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી એક આદિવાસી શ્રમિક અર્જુન નરસુભાઈ પસાયાએ જીવન ટૂંકાવ્યું. તેમના નાના ભાઈએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ, જાતિવાદી અપમાન અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ મામલે તપાસ શરૂ કરી છે.
