ટીવી સીરિયલ ‘મહાભારત’માં દ્રૌપદીનો રોલ નિભાવનાર રૂપા ગાંગુલી, કર્ણની ભૂમિકા ભજવનાર પંકજ ધીરના અવસાનના સમાચારથી ભારે દુઃખી થઈ. રૂપાએ ભાવુકતાભેર જણાવ્યું કે, “પંકજ સેટ પર નીતિશ ભારદ્વાજ પછી સૌથી હેન્ડસમ વ્યક્તિ હતા. તેઓ ખૂબ શાંત અને સંવેદનશીલ હતા.” પંકજ ધીરનું કેન્સરથી અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. રૂપાએ ઉમેર્યું કે, “તેઓએ ક્યારેય તેમની બીમારીની જાણ કરી નહોતી. છેલ્લે એક વર્ષ પહેલા મેસેજ પર વાત થઈ હતી.”
