ફ્લોરિડાના સિટી કાઉન્સિલર ચૅન્ડલર લેંગવિને ભારતીયોની સામે આપેલ વાંધાજનક અને વંશીય ટિપ્પણીઓથી અમેરિકામાં ભારે વિવાદ ઉભો થયો છે. લેંગવિને જણાવ્યું કે ભારતીયો અમેરિકામાં માત્ર “આર્થિક શોષણ” કરવા માટે આવે છે અને એમનો વિઝા રદ કરીને દેશનિકાલ કરવો જોઈએ. આ નિવેદન બાદ કાઉન્સિલે તાત્કાલિક પગલાં લેતા તેમની સત્તા છીનવી લીધી છે અને ભારતીય સમુદાયે પણ સખત નિંદા સાથે રાજીનામાની માંગ કરી છે.
