નવી દિલ્હી: કાયદા અને ન્યાય મંત્રાલયની લિગલ અફેર્સ વિભાગે નોટરીઝ (સંશોધન) નિયમો, 2025 જાહેર કર્યા છે, જેમાં ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન અને નાગાલેન્ડ રાજ્યોમાં નોટરીની મહત્તમ સંખ્યા વધારવામાં આવી છે.
આ નિયમો હેઠળ, ગુજરાતમાં નોટરીની સંખ્યા 2900 થી વધારીને 6000 કરવામાં આવી છે, તમિલનાડુમાં 2500 થી 3500, રાજસ્થાનમાં 2000 થી 3000 અને નાગાલેન્ડમાં 200 થી 400 નોટરી નિયુક્ત કરી શકાય તેવી મંજૂરી આપવામાં આવી છે.
આ ફેરફાર રાજ્ય સરકારોના માગણીઓ અને વસ્તી, જિલ્લામાં વધારો, તેમજ નોટરી સેવા માટે વધતી માંગને ધ્યાને લઈને કરવામાં આવ્યો છે. નવા નિયમો અધિકારીક ગેઝેટમાં પ્રકાશિત થતાની તારીખથી અમલમાં આવશે.
