વિશ્વ બજારમાં જીઓપોલિટિકલ અસ્થિરતા વચ્ચે સંવત ૨૦૮૨ની શરૂઆત સંભાવનાઓથી ભરેલી છે. નિષ્ણાતો અનુમાન કરી રહ્યા છે કે જો સેન્સેક્સ 84,777 ઉપર બંધ થાય તો આગામી સપ્તાહે તે 85,666 સુધી પહોંચી શકે છે, જ્યારે નિફટી 26,000 ઉપર બંધ થાય તો 26,222 સુધી વધવાનું અનુમાન છે. ઈક્વિટી અને બુલિયન માર્કેટ બંનેમાં તેજી-મંદીની ઊંઘલપાથલ ચાલુ રહેશે. રોકાણકારો માટે ગોદરેજ પ્રોપર્ટીઝ જેવી ગુણવત્તાયુક્ત કંપનીઓએ મજબૂત વૃદ્ધિ દર્શાવી છે અને લાંબા ગાળાની નાણાકીય સ્થિરતાની દિશામાં આગળ વધી રહી છે.
