નવી દિલ્હી: ગયા અઠવાડિયે દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7 કંપનીઓના શેર મૂલ્યમાં મળી કુલ ₹2.16 લાખ કરોડનો મોટો ઉછાળો નોંધાયો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલે સૌથી વધુ લાભ મેળવ્યો. શેરબજારમાં પોઝિટિવ ટ્રેન્ડ સાથે BSE સેન્સેક્સ પણ 1,451 પોઈન્ટ એટલે કે 1.75% ઉછળ્યો હતો.
લાભમાં રહેલી કંપનીઓમાં રિલાયન્સ, HDFC બેંક, એરટેલ, ICICI બેંક, SBI, બજાજ ફાઇનાન્સ અને હિંદુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે, જ્યારે TCS, Infosys અને LICના મૂલ્યાંકનમાં ઘટાડો જોવા મળ્યો.
