ધનતેરસના દિવસે વિશ્વબજારમાં સોનામાં 200 ડોલર જેટલો તીવ્ર ઘટાડો થતાં અમદાવાદ અને મુંબઈમાં સોના-ચાંદીના ભાવ તૂટી ગયા હતા. અમદાવાદમાં 10 ગ્રામ સોનામાં ₹1500 અને 1 કિલો ચાંદીમાં ₹5000 સુધીની પીછેહટ નોંધાઇ. વૈશ્વિક બજારમાં ટ્રમ્પના ચીન સાથે તણાવ ઘટાડી શકે તેવી ટિપ્પણીએ કિંમતી ધાતુઓના ભાવને ઉપરથી ઉંધા પટક્યા હતા. વેપારીઓ અનુસાર ઘટાડા છતાં ખરીદદારીઓમાં વધારો થયો છે અને દિવાળી માટે પણ માંગ સારી રહેવાની અપેક્ષા છે.
