3 ઓક્ટોબરે પૂર્ણ થયેલા પખવાડિયામાં બેંકો દ્વારા રૂ.3.63 લાખ કરોડના ધિરાણ સાથે વાર્ષિક ધિરાણ વૃદ્ધિ દર 11.40% નોંધાયો છે. GSTમાં ઘટાડા બાદ ટેલિવિઝન, વાહન, ફ્રીઝ જેવી ચીજવસ્તુઓની માંગ વધી, જેને પગલે ધિરાણમાં પણ તેજી આવી. રિઝર્વ બેંકના નવા પગલાં અને તહેવારોની સીઝને બેંકિંગ ક્ષેત્રમાં સ્પષ્ટ સકારાત્મક અસર કરી છે.
