શહેરને દેખાવ નહી, વાસ્તવિક વિકાસ આપો.**ગાંધીધામ પાલિકાના રોડકામનો ખેલ: દાવા મોટા – વાસ્તવિકતા શૂન્ય**

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા પેચવર્ક અને રીસરફેસિંગના કામને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ અને ગુસ્સો ફાટી નીકળ્યો છે. મહાનગરપાલિકા સતત “નિરીક્ષણ” અને “ગુણવત્તા નિયંત્રણ”ની વાતો કરે છે, પરંતુ લોકો કહે છે કે આ બધું ફક્ત ભાષણોમાં અને કાગળોમાં જ છે — વાસ્તવિકતા તો આ દાવાઓની સામે ઉભી થતી નથી.

શહેરના અનેક વિસ્તારોમાં કામ ચાલી રહ્યું હોવાનો દાવો થાય છે, પરંતુ જમીન પરની સ્થિતિ એ દાવાઓને સતત ખોટા પાડે છે. ક્યાંક કામ અધૂરું, ક્યાંક નબળી ગુણવત્તાનું અને ક્યાંક તો માત્ર ફોટા માટે કરાયેલું કામ જોવા મળે છે. રહેવાસીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે મહાનગરપાલિકા નું કામ કરતાં વધુ તો લોકો પોતે જ ખાડા ભરી લે તે સારું!

સપનાનગર, વોર્ડ ૨/બી અને આદિપુરના કોલેજ રોડ જેવા વિસ્તારોમાં નાયબ કમિશનરો દ્વારા “નિરીક્ષણ થયું” એવું કહેવામાં આવે છે, પરંતુ લોકોનો સીધો સવાલ છે — **નિરીક્ષણ કઈ વસ્તુનું થયું? રસ્તો કે કેમેરો?**
કારણ કે લોકો કહે છે કે ગ્રાઉન્ડ પરની હાલત તો આજે પણ એવી જ છે જેવી વર્ષોથી છે — ભંગાર, ખાડા, પાણી અને ગંદકી.

મહાનગરપાલિકા કહે છે કે રોડની થિકનેસ, રોલિંગ અને હીટની પ્રક્રિયાઓ નિયમ મુજબ થાય છે.
પરંતુ નાગરિકો કહે છે —
**“રોડ બનાવે છે કે પાપડ વેઠે છે? બે દિવસ પણ ન ટકે!”**
બે દિવસમાં રસ્તા ઊખડી પડે, ખાડા પાછા આવી જાય અને પાણી ભરાય — તો પછી ગુણવત્તાની વાતો કરવી એ તો માત્ર જનતાને મૂર્ખ બનાવી નાખવાનો પ્રયાસ જ ગણાય.

અંદાજ પત્રમાં તો મોટી મોટી જોગવાઈઓ બતાવવામાં આવે છે, પરંતુ **ક્યાં, શું અને કેટલો ખર્ચ થયો — તેનું કોઈ હિસાબ નથી.**પારદર્શિતા તો શૂન્ય છે!

લોકો સ્પષ્ટ કહે છે કે પાલિકા અંદર કોઈ કામની નથી, ફક્ત ઉપર ઉપરથી દેખાવ કરે છે.

નાગરિકોનો સૌથી મોટો આક્ષેપ તો પાલિકા વડા પર છે —

**પોતે જ એન્કર બનીને પોતાના વખાણ કરે છે!**
પ્રેસ સામે કઠણ પ્રશ્નો આવે તો જવાબ આપવા કરતાં **દલા તરવાડીની જેમ પોતે જ પોતાની વાતો બોલ્યા કરે છે**, પરંતુ સાચો જવાબ આજે સુધી કોઈને નથી મળ્યો.

મહાનગરપાલિકા **એક કામ કરી પોતે જ તાળીઓ પાડી લે છે**, પરંતુ આસપાસના ગામડાઓની હકીકતો એમને દેખાતી જ નથી.
ગ્રામ્ય વિસ્તારોમાં તો નળની પાણી સમસ્યા, ગટરનાં બુચ, કાદવભરેલા રસ્તા અને સતત ફરિયાદો — બધું જ એમને એમ ચાલતું આવ્યું છે, પરંતુ મહાનગરપાલિકા ને ત્યાં નજર નાખવાની ફુરસદ નથી.

હવે વરસાદી સિઝનમાં સૌથી મોટો સવાલ છે —
**વરસાદી પાણીના નિકાલના નામે કરોડો ખર્ચ બતાવ્યો, પરંતુ નાળાઓ અને ડ્રેનેજની વાસ્તવિક કામગીરી શૂન્ય છે!**
ગટર લાઈનમાં રોજ બુચ આવે છે, પરંતુ તપાસ કોણ કરે? જવાબદાર કોણ? અને ઉકેલ કયો?
કોઈ પાસે જવાબ નથી — અને કદાચ કોઈ શોધવાની ઈચ્છા પણ નથી.

> **આ અધિકારીઓ અને કર્મચારીઓને જો પ્રેસ વાળા બનવાનો જ શોખ હોય, તો ઓછામાં ઓછું એટલું તો જુએ કે શહેરમાં શું ચાલે છે કે પ્રેસને એકવાર પૂછે! આજે પ્રેસ ડે છે એટલે લખવાની ઈચ્છા થઇ… બાકી તો કાગડા બધે કાળા જ હોય છે.**

મહાનગરપાલિકા રોજ “ઝુંબેશ સ્વરૂપે કામ પૂર્ણ કરીશું” એવો દાવો કરે છે, પરંતુ હકીકતમાં કામની ગતિ ધીમી, ગુણવત્તા શંકાસ્પદ અને ખર્ચની માહિતી અસ્પષ્ટ હોવાથી નાગરિકોમાં અસંતોષ ચરમસીમાએ છે.

લોકોની માગ સંપૂર્ણ સ્પષ્ટ છે—
**ખર્ચની એક એક પાઈનો હિસાબ જાહેર કરો, જવાબદારો સામે કાર્યવાહી કરો અને શહેરને દેખાવ નહી, વાસ્તવિક વિકાસ આપો.**

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें

भाषिणी ने ग्लोबल डिजिटल हेल्थ समिट 2026 में स्वास्थ्य सेवा के लिए बहुभाषी एआई अनुप्रयोगों का प्रदर्शन किया एम्स, जिपमर और चिकित्सा सेवा महानिदेशालय (सेना) भाषिणी के साथ मिलकर अधिक कुशल, सुलभ और समावेशी स्वास्थ्य सेवा प्रदान करने में भाषा प्रौद्योगिकियों की भूमिका को प्रदर्शित कर रहे हैं

गर्वमेंट ई-मार्केट प्‍लेस ने आदिवासी उद्यमियों के लिए सार्वजनिक खरीद के मौके बढ़ाने के लिए टीआईसीसीआई के साथ समझौता ज्ञापन पर हस्‍ताक्षर किये गर्वमेंट ई-मार्केटप्‍लेस के ज़रिए आदिवासी व्‍यापार के लिए पंजीकरण, निर्माण क्षमता और बाजार तक पहुंच को मज़बूत करने के लिए साझेदारी

महिलाओं का नेतृत्व, नवाचार और सामूहिक प्रयास वैश्विक चुनौतियों का समाधान प्रस्तुत कर सकते हैं : लोक सभा अध्यक्ष ब्रिक्स किसी भी देश के लिए चुनौती नहीं है, यह सभी राष्ट्रों की साझा समृद्धि और कल्याण के लिए है: लोकसभा अध्यक्ष लोक सभा अध्यक्ष ने ब्रिक्स देशों से वैश्विक शांति, स्थिरता और साझा समृद्धि के लिए मिलकर कार्य करने का आह्वान किया तकनीकी प्रगति मानव-केंद्रित दृष्टिकोण, नैतिक मूल्यों, करुणा और जवाबदेही से प्रेरित होनी चाहिए : लोक सभा अध्यक्ष लोक सभा अध्यक्ष ने जलवायु परिवर्तन, आतंकवाद, साइबर अपराध और मादक पदार्थों की तस्करी से निपटने के लिए ब्रिक्स देशों के बीच सुदृढ़ सहयोग पर बल दिया महिला सशक्तीकरण’ से आगे बढ़कर ‘महिला-नेतृत्व वाले विकास’ को साकार करना होगा : लोक सभा अध्यक्ष लोक सभा अध्यक्ष ने वनस्थली विद्यापीठ में ब्रिक्स महिला नेतृत्व शिखर सम्मेलन के उद्घाटन समारोह को संबोधित किया