શિયાળામાં જ કેસર કેરીની મીઠી દસ્તક: ગુજરાતમાં 10 કિલોના બોક્સની રેકોર્ડબ્રેક હરાજી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું વહેલું આગમન થયું છે. ડિસેમ્બર મહિનો પૂરું થાય તે પહેલા જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હનુમાનગઢથી લાવવામાં આવેલી કેસર કેરીના દસ કિલોના બોક્સની પરંપરાગત રીતે હરાજી કરવામાં આવી, જેમાં ગુલાબની પાંદડીઓથી સ્વાગત કરી પેંડાથી મોં મીઠું કરાયું. આ બોક્સ રૂ. 12,510ના રેકોર્ડબ્રેક ભાવે વેચાયું, જે મુજબ પ્રતિ કિલો કેસર કેરીનો ભાવ રૂ. 1,251 રહ્યો. વહેલી આવકને બજારમાં મળેલા જબરદસ્ત પ્રતિસાદથી કેસર કેરીની સિઝન ઉત્સાહભરી રહેવાની આશા વ્યક્ત થઈ રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें