અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગજરાજ સોસાયટી નજીક આજે એક હચમચાવી દેતી ઘટના બની હતી, જ્યાં પિતા અને તેમની પુત્રી અજાણતા 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી ગયા હતા. કૂવામાં પાણી હોવાને કારણે બંનેના જીવને ગંભીર જોખમ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો એકઠા થયા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરીને ટ્યુબની મદદથી પડકારજનક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને ભારે જહેમત બાદ પિતા-પુત્રીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. સમયસર અને કુશળ બચાવ કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી, જેને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડની પ્રશંસા કરી હતી.
ચાંદલોડિયામાં દિલધડક ઘટના: 60 ફૂટ ઊંડા કૂવામાં પડેલા પિતા-પુત્રીને ફાયર બ્રિગેડે હેમખેમ બચાવ્યા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
