અમદાવાદ શહેરમાં બેફામ ડ્રાઈવિંગના કારણે અકસ્માતોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. આવો જ એક ગંભીર બનાવ રામોલ વિસ્તારમાં આવેલા વડુ તળાવ નજીક સર્જાયો હતો, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી એક કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર સીધી રસ્તાની બાજુમાં આવેલા શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ. અચાનક બનેલી આ દુર્ઘટનામાં છાપરામાં રહેલા પાંચ શ્રમિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ સ્થળ પર અફરાતફરી અને ભયનો માહોલ છવાયો હતો. સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બેફામ કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના રામોલમાં બેફામ કારનો આતંક: શ્રમિકોના છાપરામાં ઘૂસેલી કાર, 5 લોકો ઈજાગ્રસ્ત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
