સાબરકાંઠા જિલ્લામાં ઈડર–ભિલોડા નેશનલ હાઈવે પર રેવાસ નજીક વહેલી સવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. રિક્ષા અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે. દુર્ઘટના બાદ સ્થાનિકોમાં હાઈવેના અધૂરા અને ધીમી ગતિએ ચાલતા કામને લઈને કોન્ટ્રાક્ટર તથા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોડ પરની અવ્યવસ્થા અને બેદરકારીભરી કામગીરીના કારણે વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ ઘટનાએ હાઈવેના કામની ગુણવત્તા અને સલામતી પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.
સાબરકાંઠામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત: ઈડર–ભિલોડા હાઈવે પર રિક્ષા-કાર અથડાતાં 4ના મોત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
