‘વિકસિત ગુજરાત’ના દાવાઓ પર પ્રશ્ન, છોટાઉદેપુરના કાંધા ગામે દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં ચાલે છે આંગણવાડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામમાં આદિવાસી બાળકો માટેની આંગણવાડી દોઢ વર્ષથી જર્જરિત અને જોખમી ઝૂંપડામાં ચાલે છે. પોતાનું મકાન ન બનતા બાળકો સડેલા લાકડાની છત અને તાડપત્રી નીચે ભણવા મજબૂર બન્યા છે. જગ્યા અને રમકડાંની અછત વચ્ચે શિક્ષણ આપવું આંગણવાડી કર્મચારીઓ માટે પડકારરૂપ બન્યું છે. કરોડોની ગ્રાન્ટ હોવા છતાં આયોજનના અભાવે સ્થિતિ યથાવત છે, જેના કારણે સરકારના શિક્ષણ અને બાળ વિકાસના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें