લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો, ધોકા-પાઇપ-છરીથી ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર જિલ્લાના લાલપુર વિસ્તારમાં પ્રેમલગ્નનો ખાર રાખીને 27 વર્ષીય સૈયદ આબીદહુસૈન પર ત્રણથી ચાર શખ્સોએ ધોકા, પાઇપ અને છરી વડે હીંચકારો હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં લાલપુર પોલીસ સ્થળ પર તેમજ હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમલગ્નને લઈને આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें