બાવળામાં બેફામ ડમ્પરનો કહેર, બાઈક સવાર યુવા ડોક્ટરનું માથું કચડાતા ઘટનાસ્થળે જ મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ જિલ્લાના બાવળા પંથકમાં ઓવરલોડ અને બેફામ દોડતા ડમ્પરોનો આતંક યથાવત છે. બલદાણા–બેગામડા રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એક બેફામ ડમ્પરે બાઈક સવાર યુવા તબીબને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું. હેલ્મેટ પહેરેલું હોવા છતાં ડમ્પરના ભારે વજનને કારણે માથું કચડાઈ ગયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें