અમદાવાદમાં TET પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીઓને બેફામ કારે અડફેટે લીધા, હાલત ગંભીર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના અજીતમીલ ચાર રસ્તા પાસે રવિવારે (21 ડિસેમ્બર) વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ)ની પરીક્ષા આપવા આવેલા બે યુવાનોને પુરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારે જોરદાર ટક્કર મારી હતી.

મળતી માહિતી અનુસાર, બંને પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે અચાનક બનેલી ટક્કરથી તેઓ રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાસ્થળે ખળભળાટ મચી ગયો હતો.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી ભાગવાનો પ્રયાસ કરનાર કારચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें